બનાસકાંઠા જિલ્લાની ધાનેરા સીટ પર ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈએ ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે . ધાનેરા સીટ પર ત્રિપાંખીયો જંગ થાય તેવા એધાણ સર્જાઇ રહ્યા છે . બનાસકાંઠાની ધાનેરા સીટ પર છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બનતા આવ્યા છે . આ વખતે ધાનેરા સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા અન્ય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે . ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈએ પણ ભાજપ સાથે છેડો ફાડીને તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપી દીધા છે અને સાથે સાથે તેમણે રબારી સમાજ અને ઠાકોર સમાજની સાથે ઇતર સમાજના લોકોનો સાથ મેળવીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.ત્યારે માવજીભાઈ દેસાઈ દ્વારા ધાનેરા શહેરના મામા બાપજી મંદિર પાસે ખુબજ જંગીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા બાદ રોડ શો યોજીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી . ભાજપ , કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ સાથે ઠાકોર સેના આગેવાનો પણ માવજી દેસાઈની સાથે જોડાયેલા જોવા મળે છે.અને માવજીભાઈ દેસાઈ જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં દર્દ છલકાતું દેખાઈ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bharti Airtel Share News: किस Call Option में निवेश करने से होगा फायदा? | Business News | CNBC Awaaz
Bharti Airtel Share News: किस Call Option में निवेश करने से होगा फायदा? | Business News | CNBC Awaaz
પ્રધાનમંત્રી શ્રેષ્ઠ જાહેર સુશાસન પુરસ્કાર 2022 અને વેબ પોર્ટલ શરૂઆત કરવામાં આવી
પ્રધાનમંત્રી શ્રેષ્ઠ જાહેર સુશાસન પુરસ્કાર - 2022 યોજના અને વેબ પોર્ટલ શરૂઆત કરવામાં આવી...
A Story About Struggling Every Day | Daily Use Cotton Bedsheet
A Story About Struggling Every Day | Daily Use Cotton Bedsheet