સુરતમાં રીબાઉન્સ કોમ્યુનીટી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. રૂંગટા ડેવલપર્સ દ્વારા સંચાલિત રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ બીજી સીઝન સાથે પાછી ફરી રહી છે. આ ટુર્નામેન્ટ 23 મી નવેમ્બરથી 4 ડીસેમ્બર સુધી સીબી પટેલ સ્ટેડીયમ વેસુ ખાતે યોજાશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સમાજમાં એકતા વધારવાના ઉદ્દેશ્યથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

સુરતમાં રૂંગટા ડેવલપર્સ દ્વારા સંચાલિત રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ બીજી સીઝન સાથે પાછી ફરી રહી છે. રીબાઉન્સ કોમ્યુનીટી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 23મી નવેમ્બરથી 4 ડીસેમ્બર સુધી સીબી પટેલ સ્ટેડીયમ વેસુ ખાતે યોજાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઇ રહી છે તેમજ વિજેતા ટીમ ઇવેન્ટ માં ટી શર્ટ અને ટ્રોફી જાહેર કરશે. આ તમામ પાવર પેક ટીમોમાં ટેલેન્ટ ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેઓ અગાઉ આઈપીએલ રણજી અને દુલીપ ટ્રોફી જેવી લોકપ્રિય ટાઈટલ માટે રમી ચુક્યા છે. 8 ટીમોમાં વિનીત બંસલની આગેવાની હેઠળની અગ્રવાલ ટીમ, પાર્થ ડોંડાની આગેવાની હેઠળની સૌરાષ્ટ્ર પટેલ ટીમ, મલેક મોહમ્મદ વસીમની આગેવાની હેઠળની મુસ્લિમ ટીમ, ગૌરવ સલુજાની આગેવાની હેઠળ પંજાબની ટીમ, લક્ષ્યા કોચરની આગેવાની હેઠળની કોડી પટેલની ટીમ અને નિસર્ગ સિહ પરમારની આગેવાનીમાં રાજપૂતની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

વિજેતા ટીમને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવશે

મોહિત વાલાએ જણાવ્યું હતું કે આજે રીબાઉન્સ કોમ્યુનીટી પ્રીમિયર લીગની ટી શર્ટ અને ટ્રોફી લોન્ચિગ કરાઈ હતી. અલગ અલગ સમાજની 8 ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 2. 51 લાખ જયારે રનરઅપ ટીમને 1. 51 લાખનું ઇનામ આપવામાં આવશે. તેમજ મેઈન ઓફ ધ મેચ, અને મેંન ઓફ ધ સીરીઝ સહિતના ખેલાડીઓને ઇનામ આપવામાં આવશે.