ગૌરવપથ પર કેટલાક ખેતરોમાં ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણા ખોલી પંપ દ્વારા દુર્ગંધયુક્ત પાણીથી ખેતી કરાઇ રહી છે. જે પાક સાથે શાકભાજીમાં પણ પેશી રહ્યાં છે. ડ્રેનેજના પાણીથી થતી ખેતીનાં શાકભાજી ખાવાથી લાંબા ગાળે કેન્સર સુધીના રોગ થતાં હોવાનું એક્સપર્ટ જણાવી રહ્યાં છે ત્યારે સુરત શહેરમાં થતી આ બદી પર અંકુશ લાદવા કોઇ તંત્ર આગળ આવી રહ્યું નથી!
પાલ ગામના ખેડૂત મહેશ પટેલે કહ્યું કે, રીંગણનો પાક ઉતરતા જ બજારમાં તેજીના ટકોરા વાગી જતાં હતાં. જોકે સિંચાઇના પાણીના સ્ત્રોત ટૂંકા પડ્યા પછી પોંક અથવા તુવેરનાં પાક સુધી ખેડૂતો સિમિત થઇ ગયાં છે.
પાલનપોરને જોડતી પાલની નહેર ડેવલપમેન્ટ બાદ બંધ થઇ હતી: ઇચ્છાપોર-દામકા સુધીના ખેતરો સુધી જતી ડાબા કાંઠાની નહેર પાલનપોર ગામથી પાલ વિસ્તારને પણ એક સમયે સિંચાઇ માટે પુરતાં પાણીના સ્ત્રોત તરીકે વપરાતી હતી. પાલનપોરને જોડતી પાલની નહેર ડેવલપમેન્ટ બાદ બંધ થઇ હતી.
ડ્રેનેજના પાણીમાં બેક્ટેરિયાનું હેવી મેટલ લોડ, ચેપનો ભય સિવરેજ પાણીમાં બૅક્ટેરિયા મેટલ લોડ વધુ હોય છે. બેક્ટેરિયાથી કેન્સર, ટાઇફોઇડ, ગેસ્ટ્રોનું જોખમ છે. પેશીઓને ઇન્ફેક્શન ગંભીર સાબિત થઇ શકે છે.ડો. સુશીલ સિંહ, લેબ HOD, નવસારી કૃષિ યુનિવર્સિટી