મહુધા ૧૧૮ વિધાનસભાનાં ભાજપા ઉમેદવાર સંજયસિંહ મહિડા દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર.
મહુધા 118 - વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજયસિંહ મહિડા દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર અર્થે જન સંપર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં જાવોલ.નવાગામ. પાલડી.પાલૈયા.જાવોલની મુવાડી. સહિતનાં ગામોમાં ઢોલ નગારા તથા ડી.જે. સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન સંપર્ક કરવામાં આવ્યો .આ અવસરે ખેડા જિલ્લા ભાજપા મહામંત્રી નટુભાઈ સોઢા , સામંતસિંહ સોઢા. રાજનભાઈ દેસાઇ. નિલેશભાઈ પટેલ .જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા , તાલુકા પંચાયત પ્રમુખ નાં પ્રતિનિધિ રાયસિંગ પરમાર તેમજ નડિયાદ તાલુકાના આગેવાનો અને સરપંચો તથા ગામના નાં યુવાનો દ્વારા " સંજયસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે" ના નારા સાથે જય ઘોષ કરી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ