લમ્પી સ્કીન ડીસીઝનો ફેલાવો

અટકાવવા જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું...

અમરેલી જિલ્લામાં આગામી તા.૨૧ ઓગસ્ટ સુધી એક ગામમાંથી બીજા ગામમાં અને બીજા જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ

અમરેલી તા.૪ ઓગસ્ટ, ૨૦૨૨ (ગુરુવાર) અમરેલી જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલા 'લમ્પી સ્કીન ડીસીઝ'ને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને સારવાર સહિતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જિલ્લામાં પશુઓને સુરક્ષિત રાખવા માટે અને આ રોગનું સંક્રમણ પ્રસરતું અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અમરેલી જિલ્લામાં આગામી તા.૨૧/૦૮/૨૦૨૨ સુધી પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી જિલ્લાની હદમાં અંદર અથવા તો બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આ દિવસો દરમિયાન જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવાં પ્રાણીઓના મેળાવડા પર પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનાનો ભંગ કરનાર સામે 'પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઈન એનિમલ્સ એક્ટ-૨૦૦૯ અને આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી