શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો... ભક્તો ભગવાનને લાડ લડાવવા અનેક ઉત્સવો ઉજવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તિની વર્ષોથી ભકતોના હદય ભીંજાતા હોય છે.હીંડોળા પર્વ એટલે ભક્તિનું પ્રતિક બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના જીર્ણોદ્ધારક પ.પૂ.સ.ગુ.શા શ્રી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૬-૮-૨૦૨૨ શનિવાર થી તારીખ ૧૨- ૮ - ૨૦૨૨ સુધી કલાત્મક થર્મોકોલના ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે તારીખ ૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો ભગવાન ને હીંડોળે ઝુલાવવા અને સત્સંગ કથામૃતનો લાભ લેવા પધારવા મંદીર પ્રસાશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.