દેવનગરી મહેમદાવાદ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મા યોગી આદિત્યનાથજી મંદિરના પરાશર મા હેલીપોડ પર ઉતરી ગજાનંદ મહારાજની પૂજા અર્ચના તેમજ દર્શન કરી ખાતર સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતે હજારો ની જનમેદની વચ્ચે જબરજસ્ત ભાષણ કરતા જનતાજનાર્દન પણ તાલિયો ના ગણગણાટ થી વધાવી લીધા....!!!
શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિરમાં આચાર સંહિતાને લઈને મીડિયા કર્મીઓને યોગી આદિત્યનાથજીના સૂચન હોવાથી કવરેજ નહિ કરવા તેમજ તેમના આગમન અને મંદિર પરા સરના પ્રવેશ દ્વાર થી દૂર રહેવાનું કહેતા મીડિયાકર્મી મા નારાજગી જોવા મળી હતી અને તેને લઈને કંઈક મીડિયાકર્મી સાંભસંબોધન સ્થળે કવરેજ કર્યા વગરજ પરત ફર્યા હતા.....????!!!
શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનના દ્રષ્ટિ શ્રી એવા શ્રી નરેન્દ્ર ભાઈ પુરોહિત, તેમના સુપુત્ર સૌમિલભાઈ સાથે સમગ્ર પુરોહિત પરિવાર દ્વારા યોગી આદિત્યનાથજીનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને ગજાનંદ મહારાજના પૂજા અર્ચના સાથે દર્શન પણ કરવામાં આવ્યા હતા તો યોગીજી દ્વારા સુંદર વ્યવસ્થા તેમજ પ્રત્યક્ષ દાદા ના છ વિશેષ દર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મહેમદાવાદ તાલુકા ના ખાત્રજ ગામ મા યોગી આદિત્યનાથજી એ જંગી સભા ને સંબોધી હતી આ સભા મા મહેમદાવાદ ઉપરાંત નડિયાદ, મહુધા વિધાનસભા ના મતદારો પણ યોગીજી ને સાંભળવા આવ્યા હતા સભા મા યોગીજી એ ભાજપે કરેલા વિકાસ ના કામો ગણાવ્યા હતા અને ભાજપ ને બહુમતી થી જીતાડવા માટે નો અનુરોધ કર્યો હતો
ચૂંટણી ના ઢોલ વાગતાજ બધી પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે નવા નવા પ્રયોગો ચલાવે છે ત્યારે આજે ભાજપ દ્વારા મહેમદાવાદ તાલુકા ના ખાત્રજ મા સ્વામિનારાયણ મેદાન મા જંગી સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી એ જબરદસ્ત ભાસણ દ્વારા ભાજપ ના વિકાસ ના કામો ગણાવ્યા હતા તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ ને આડે હાથે લેતા જે રાજ્યો મા ભાજપ સિવાય ની સરકારો છે ત્યાંની પરિસ્થિતિ જણાવી હતી. યોગીજી ને સાંભળવા મહેમદાવાદ ઉપરાંત કઠલાલ, નડિયાદ, મહુધા, અને ખેડા થી મતદારો આવ્યા હતા
યોગીજીએ ડાકોર ના ઠાકોર ને યાદ કરતા જણાવ્યું હતું કે રણછોડરાયજી પણ ઉત્તરપ્રદેશ ના મથુરા મા થી આવી ને ગુજરાત ની પાવન ધરા ડાકોર મા વસ્યા છે તો ગાંધીજી અને સરદાર પટેલ ને પણ યાદ કાર્ય હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ ના સમય મા કરફયુ થાતાંહતા તે હવે નથીથતાં તો મોદીજી માટે કહ્યું હતું કે હાલ વિશ્વ ના ૨૦ શક્તિશાળી દેશો ના સમૂહ G20 દેશો નુ દિશા નિર્દેશ પણ મોદીજી કરીરહ્યા છે તો કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે UP મા માત્ર ૨ સીટ કોંગ્રેસ ને મળી છે અને ભાઈ-બહેન હવે ક્યાય ફરકતા પણ નથી
હજજારો ની સંખ્યા મા માનવ મહેરમણ ઉમટ્યું હતું પણ સભા સ્થળનું મેદાન નાનું પડતા યોગીજીનું જબરજસ્ત ભાષણ સાંભળવા જનતા જનાર્દને બહાર રોડ ઉપરથી પણ તેમને સાંભળ્યા હતા અને ઘણાને ગ્રાઉન્ડમાં પ્રવેશ ન થતા યોગી આદિત્યનાથજી ને પ્રત્યક્ષ જોવા તેમજ તેમને સાંભળવા ની ઈચ્છા પૂર્ણ ન થતા નિરાશ તેમ જ હતાશ પણ થયા હતા...!!!
ગુજરાત પોલીસ તેમજ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના પી.આઈ શ્રી તેમજ સમગ્ર પોલીસ કર્મચારીગણ દ્વારા સતત બે દિવસથી ખડે પગે પોતાની ફરજ બજાવી જેથી આવનાર માનવંતા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં આવનાર જનમેદની અને રોડ -રસ્તા ઉપર ટ્રાફિક ના થાય તેની ખાસ કાળજી અને આવા બાહોશ તેમજ સુંદર કામગીરી ને સૌ કોઈ એ બિરદાવી હતી.