126 ગોધરા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતા કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી મુખ્ય પક્ષના ઉમેદવાર સહિત અપક્ષો મળી કુલ 10 ઉમેદવારો પૈકી અડધો અડધ એટલે કે 05 ઉમેદવારો મુસ્લિમ સમુદાયના છે જેને લઇને મુસ્લિમ મતો વિભાજન થવાની શક્યતાઓ વિશે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે 

કોણ છે આ 10 ઉમેદવારો શું છે તેઓના અનુક્રમ નંબર અને ચૂંટણી ચિન્હ જુવો નીચે મુજબની યાદીમાં

(૧) રશ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણ - કોંગ્રેસ - હાથ

(૨) સી.કે રાઉલજી - ભાજપ - કમળ

(૩) રાજેશભાઈ સોમાભાઈ પટેલ - AAP - ઝાડુ

(૪) રાઠોડ નટવરસિંહ હઠીસિંહ-પ્રજા વિજય પક્ષ- ટ્રક

(૫) હશન શબ્બીર કાચબા - AIMIM - પતંગ

(૬) કલંદર મો.હનીફ સઈદ એહમદ - અપક્ષ - ડોલ

(૭) પટેલ મયુરકુમાર જસવંતલાલ - અપક્ષ - ઘડો

(૮) બદામ મો.સઈદ યુસુફ - અપક્ષ - હેટ

(૯) સૈયદ સાફિકઅલી રાશીદ અલી-અપક્ષ- રોડ રોલર

(૧૦) હશનૈન ઝકાઉદ્દીન પ્રેસવાલા-અપક્ષ-

                                                  સીસીટીવી કેમેરા