ભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ 2022 અંતર્ગત આજરોજ અલંગમાં આવેલા જીએમવી વર્કર કોલોની ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોલીબોલ, દોડ, લાંબીદોડ તથા દોરડા ખેંચ સહિતની રમતો યોજાઈ હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

      ભાવનગર જિલ્લાના અલંગ ખાતે એક દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. ગંગા, યમુના, સરસ્વતી, બ્રહ્મપુત્રા, તાપી, ગોદાવરી, નર્મદા, અને ક્રિષ્ના નામની આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં સબ કોન્ટ્રાક્ટરો, ઓડિટરો, સરોવર પોટીગોની ટીમ, એનજીઓ તથા પ્લોટના મેનેજર તથા શ્રમિકો મળી કુલ 180 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

       છેલ્લા ત્રણ વર્ષથી રમતોત્સવનું આયોજન લીલા ગ્રૂપના વિશાલભાઈ સોનીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા ગ્રૂપ અમારા કામ કરતા કર્મચારીઓ, કામદારો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ કર્મચારી-કામદારો એક બીજા પ્રત્યે સહાનુભુતિ મળે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું