મહેસાણા LCBની ટીમે બાતમી આધારે ફતેપુરા સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરનું એક પિક અપ ડાલું ઝડપી લીધું હતું. જેમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો.એલસીબી ટીમે કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી હતી.
મહેસાણા LCB સ્ટાફને બાતમી મળી હતી કે, ઊંઝા તરફથી એક નંબર પ્લેટ વગરનું બોલેરો પીકઅપ ડાલું મહેસાણા થઈ નંદાસણ તરફ જનાર છે.જે બોલેરો પીકઅપ ડાલામાં લોટના કટ્ટાની નીચે વિદેશી દારૂ રાખી લઇ જવાઈ રહ્યો છે.બાતમી મળતા મહેસાણા એલસીબી ટીમ ફતેપુરા સર્કલ પર વોચમાં હતી.આ દરમિયાન ડાલું ત્યાં આવતા જ પોલીસે ઝડપી લીધું હતું બાદમાં તપાસ દરમિયાન લોટના કટ્ટા નીચેથી દારૂની બોટલો મળી આવી હતી જ્યાં 556 બોટલ કિંમત 1 લાખ 60 હજાર 684 અને પીક અપ ડાલું મળી કુલ 6 લાખ 70 હજાર 684નો મુદ્દામાલ જપ્ત કરી સેલારામ લસારામ દેવાસી નામના આરોપીને ઝડપયો હતો તેમજ અર્જુન ચૌધરી અને દીનેસ ચૌધરીને ઝડપવા તજવીજ આદરી છે.
મહેસાણા જિલ્લામાં ચૂંટણી દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં જેતે ડિવિઝનના પોલીસ કર્મીઓ અને તંત્રના ચૂંટણીમાં સ્ટેન્ડ બાય કરેલા અધિકારીઓ પણ હાલમાં તમામ ચેકપોસ્ટ પર ગાડીઓના નંબરો લખ્યા બાદ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.તેમ છતાં દારૂ ભરેલું વાહન ઘૂસી જતા ચેકિંગને લઈ સવાલો ઉઠ્યા છે.