વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ કરી શકે તે માટે શરૂ કરાયેલી C-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા મળેલી ફરિયાદોના નિવારણ માટે જિલ્લા સ્તરે એક વિશેષ ટીમ અને નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ કરી શકે તે માટે શરૂ કરાયેલી C-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા મળેલી ફરિયાદોના નિવારણ માટે જિલ્લા સ્તરે એક વિશેષ ટીમ અને નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

  C-VIGIL મોબાઇલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદો 100 મિનિટમાં ઉકેલવામાં આવે છે. C-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ 1,326 ફરિયાદો મળી છે, જેમાંથી 1,322 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

  અન્ય ફરિયાદો:

 ઓનલાઈન ફરિયાદો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલ રાષ્ટ્રીય ફરિયાદ નિવારણ સિસ્ટમ પોર્ટલને અત્યાર સુધીમાં 2,575 ફરિયાદો મળી છે. તેમાંથી 2357 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

  

સામાન્ય ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયેલા કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર પર અત્યાર સુધીમાં 115 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ કચેરીમાં મીડિયા સેલની સ્થાપના કરીને ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. મીડિયા તરફથી 52 ફરિયાદો મળી છે. જેમાંથી 47 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

  આ કચેરીની ફરિયાદ શાખાને અત્યાર સુધીમાં પોસ્ટ અથવા ઈ-મેલ દ્વારા 416 ફરિયાદો મળી છે. તેમાંથી 387 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. વિવિધ પ્રકારની કુલ 4,557 ફરિયાદો મળી હતી, જેમાંથી 4,291 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. બાકીની 266 ફરિયાદોના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.