દિયોદર તાલુકાના ફોરણા ગામ ખાતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાના સમર્થનમાં એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર કરતા અમુક બેઠકો ઉપર કોંગ્રેસ દ્રારા જીલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર જાહેર થતા ભરતસિંહ વાઘેલાના સમર્થનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા આ બેઠકમાં જિલ્લાના અનેક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ એ નિવેદન આપતા જણાવ્યા હતું કે મેં પક્ષ ને સમીકરણો જોઈ ટિકિટ આપવાની વાત કરી હતી.ટિકિટ જાહેર થતા મેં કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું પરંતુ પક્ષે સ્વીકાર્યું નથી.વધુ માં જણાવ્યું હતું કે બે દિવસ માં કમિટી ની રચના કર્યા બાદ કમિટી જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે અને સૌને યોગ્ય હશે તેવો નિર્ણય હશે.શિવાબા સાથે ફોર્મ ભરતા પહેલા મેં ફોન કર્યો હતો પરંતુ કોઈ વાત ના થઈ હતી હવે જોવાનું એ રહ્યું કે બે દિવસ બાદ નારાજ ભરતસિંહ વાઘેલા શુ નિર્ણય લેશે.તેના પર સૌની નજર રહેશે. નારાજ ભરતસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે એતો આવનારો સમય બતાવશે. આ બેઠક માં દિયોદરના કોંગ્રેસ આગેવાનોની સુચક ગેરહાજરી જોવા મળી હતી.