128 હાલોલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા હાલોલ કોંગ્રેસના અગ્રણી યુવા નેતા અને પ્રદેશ યુથ મહામંત્રી ગુરુરાજસિંહ ચૌહાણની અવગણના કરી નવા આયાતી ઉમેદવાર તરીકે અનિશ બારીયાને ઉમેદવાર બનાવતા નારાજ થયેલા ગુરુરાજસિંહ ચૌહાણ સહિતના કેટલાક કોંગ્રેસના હાલોલના હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા હતા જેમાં તમામે એકત્રિત થઈ ગુરુરાજસિંહ ચૌહાણને અપક્ષ માંથી ઉમેદવાર બનાવતા ગુરુરાજસિંહ ચૌહાણે પોતાની અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી જેમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે ગુરુરાજસિંહ ચૌહાણે અપક્ષ તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તેમજ હાલોલ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા સહિત આપના હોદ્દેદારોની હાજરીમાં અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ આપના ઉમેદવારને ટેકો જાહેર કરતા હાલોલ સહિત પંચમહાલના રાજકારણમાં ખલ ખળભળાટ જવા પામ્યો છે અને કોંગ્રેસ છાવણીમાં સન્નાટો મચી જવા પામ્યો છે જેમાં ગુરુરાજસિંહ ચૌહાણ તેઓના ભાઈ અને હાલો શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ કોંગ્રેસના અગ્રણી નેતા હિમાંશુભાઈ દલવાડી પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા હાલોલના રાજકારણમાં નવા સમીકરણો મંડાયા છે અને નીત નવી અટકળો અને ચર્ચાઓ ઉઠવા પામી છે.