મહેસાણા દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. દૂધના રાષ્ટ્રપતિ સાગર ડેરી વિપુલ ચૌધરીએ સુપ્રીમ કોર્ટે જામીન અરજી મંજૂર કરી છે. દૂધ સાગર ડેરીમાં ગેરરીતીનો આરોપ હતો ત્યારે બિન શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 2005 થી 2015 સુધીના સત્ર દરમિયાન ગેરવર્તનના કેસમાં જામીન આપવામાં આવ્યા છે. તેમના પર 320 કરોડથી વધુના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

વિપુલ ચૌધરી પર અગાઉ દૂધસાગર ડેરીમાં લાગેલો કૌભાંડના આરાોપો બદલ ચાર્જસીટ અગાઉ ફાઈલ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ચાર્જસીટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાંસાક્ષીઓને લેવામાં આવ્યા હતા ખાસ કરીને ઉચાપતનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

 તેમના કાર્યકાળ દરમિયાન, દૂધ કુલર ખરીદવામાં આવ્યું હતું તેમજ અન્ય સામગ્રી પણ ખરીદવામાં આવી હતી. જેમાં સરકારની માર્ગદર્શિકા અને ટેન્ડર શરતોનું ઉલ્લંઘન કરાયું હતું. ખરીદીમાં ખોટી રીતે કરવામાં આવી હતી. આ ઉપરાંત બાંધકામ માટે એસ.ઓ.પી.નું ઉલ્લંઘન પણ કર્યું હતું. વિપુલ ચૌધરીએ દુધાસાગર ડેરીના ચેરમેન હોવા દરમિયાન આ નિયમનું ઉલ્લંઘન થયું હતું. અગાઉ ઉચાપતના આરોપ લાગતા ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી આ વર્ષ દરમિયાન ચર્યાનો વિષય પણ રહ્યા હતા કેમ કે, આ વખતે રાજકીય ક્ષેત્રે પણ અર્બુદા સેના બનાવીને સક્રીય રહ્યા હતા જો કે, અંતિમ ઘડીએ તેમણે ચૂંટણી લડવાની જ ના પાડી દીધી હતી.