બીજી પુત્રીના જન્મના 6 માસ બાદ જમીન પર પછાડીને પિતાએ હત્યાનો પ્રયાસ કર્યો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઉધના સંજયનગરની ઘટના બાળકી છટકી ગઈ હોવાનો

પિતાનો લૂલો બચાવ છ માસ સુધી પત્ની-બંને દીકરીઓને લેવા સાસરે પણ ગયો ન હતો

ઉધનામાં બીજી બાળકી જન્મતા નારાજ પિતાએ પિયરમાં

જઈ 6 મહિનાની પુત્રીને જમીન પર પછાડી દીધી હતી. જેથી બાળકીને ઇજા થતાં સારવાર માટે તેની માસીએ સિવિલ હોસ્પિટલ લઈ આવતા દાખલ કરાઈ હતી. જોકે, આ મામલે પતિ-પત્ની વચ્ચે સમાધાન થઈ જતા કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.

ભાઠેના ઉમિયા માતા મંદિર નજીક રહેતો શાબીર શેખ

માર્કેટમાં મજૂરી કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્રી હતી

અને છ મહિના પહેલા બીજી પુત્રીનો જન્મ થયો હતો. જોકે, શાબીર છ મહિનાથી ઉધનાના સંજયનગરમાં પિયરમાં રહેતી પત્ની જમીલા અને બંને પુત્રીઓને લેવા ગયો ન હતો. શનિવારે શાબીર સાસરે પહોંચ્યો અને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં શાબીરે 6 મહિનાની માસુમ માયરાને જમીન પર પછાડી દીધી હતી. જેથી માસુમ માયરાને સારવાર માટે તેની માસી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી.