વડાલ બીટ વિસ્તાર નજીક વન્યપ્રાણીના વસવાટ વાળા વિસ્તારમાં આગ લાગતા તંત્ર દોડતું થયું.

 ફાયર વિભાગની ટીમો અલગ - અલગ શહેરોમાંથી બોલાવી લઈને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો.

મેવાસાના રેવન્યુ વિસ્તારમાં આગ લાગતા ધુમાડાના ગોટે - ગોટા ઉડતા દૂરથી પણ જોવા મળી રહ્યા હતા.

આગ સાંજ સુધી કાબુમાં આવી ન હતી.

જેના કારણે સ્થાનિક 

પ્રશાસન દોડતું થયું હતું અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા.

 અહીંના રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોવાને કારણે આગ પ્રાણીઓને કોઈ નુક્શાન ન પહોંચાડે તે માટે તાબડતોબ અમરેલી અને સાવરકુંડલાથી ફાયરની ટિમ બોલાવી લેવામાં આવી હતી.

 ફાયરની ટિમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આગ પર કાબુ મેળવવા માટે પાણી અને અન્ય સાધનો વડે આગ બુજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.