64 ધ્રાંગધ્રા – હળવદ વિધાનસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા આજે રવિવારે હળવદ સહિત ધ્રાંગધ્રાના 8 ગામોનો ચૂંટણી પ્રવાસ કરશે. જેમાં મુખ્યત્વે સાંજે 4 કલાકે હળવદના શ્રીજી પાર્ટી પ્લોટ, સરા રોડ, રતકડીયા હનુમાન, કેનાલની બાજુમાં દલવાડી સમાજના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. જેમાં વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીવિશેષ રૂપે ઉપસ્થિતિ રહેશે અને સમગ્ર દલવાડી સમાજ ભાજપના ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કરશે.રવિવારે સવારે 9 કલાકે સુલતાનપુરથી ચૂંટણી પ્રવાસનો પ્રારંભ કર્યા બાદ 9:45 કલાકે થળા, સવારે 10:30 કલાકે વસાવડા, 11:15 કલાકે રામદેવપુર, બપોરે 12 કલાકે રાજગઢ, 12:45 કલાકે દુદાપુર, બપોરે 2 કલાકે ધ્રુમઠ અને 2:45 કલાકે હરિપર ગામની મુલાકાત લઈ પ્રકાશભાઈ પોતાના જન-સમર્થન માટે અને બહોળી સંખ્યામાં વોટિંગ કરવા લોકોને અપીલ કરશે.
ભાજપના સમર્થનમાં હળવદમાં દલવાડી સમાજનું મહાસંમેલન: વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા સન્માન સમારોહમાં હાજરી આપી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_71813fc0fcb9d537c95ca05a20e26ad5.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)