આકસ્મિક દુઃખદ નિધન નિમિત્તે પાટણ આરોગ્ય પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી..

પાટણમાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે સંનિષ્ઠ સેવાઓ આપનાર અને બદલી મેળવી અમદાવાદ સિવિલ ખાતે ફરજ બજાવતા મૂળ પાટણ નાનીસરાય ના વતની ડો. ગૌરાંગ આર.પરમારના આકસ્મિક દુઃખદ નિધન નિમિત્તે પાટણ આરોગ્ય પરિવાર દ્વારા તેમની સ્મૃતિમાં મૌન કેન્ડલ રેલી, શ્રદ્ધાંજલિ- શોકસભા, વૃક્ષારોપણ અને પક્ષીઓ માટેના ચબૂતરાનું લોકાર્પણ જેવા કાર્યક્રમોનું આયોજન કરી ડો. ગૌરાંગ આર. પરમારને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.....

કોરોના મહામારીના સમય દરમિયાન પાટણમાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે સંનિષ્ઠ સેવાઓ આપનાર અને બદલી મેળવી અમદાવાદ સિવિલ ખાતે ફરજ બજાવતા મૂળ પાટણના વતની ડો. ગૌરાંગ આર.પરમારના આકસ્મિક દુઃખદ નિધન નિમિત્તે પાટણ આરોગ્ય પરિવાર દ્વારા તેમની સ્મૃતિમાં મૌન કેન્ડલ રેલી, શ્રદ્ધાંજલિ- શોકસભા, વૃક્ષારોપણ અને પક્ષીઓ માટેના ચબૂતરાનું લોકાર્પણ જેવા કાર્યક્રમોનું આયીજન કરી ડો.પરમારને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

    પાટણ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી (ટીએચઓ) તરીકે કોરોનાકાળમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ડો. ગૌરાંગ આર. પરમારનું તા.૧૯-૭-૨૦૨૨ ના રોજ હૃદયરોગના હુમલાથી આકસ્મિક અવસાન થયું હતું., જેમની સ્મૃતિમાં આરોગ્ય પરિવારના ઉપક્રમે આજે વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી સાંજે કેન્ડલ રેલી યોજાઈ હતી, જે જ્ઞાનબાઈ પ્રસૂતિગૃહ કેમ્પસમાં આવેલ તાલુકા હેલ્થ ઓફીસ ખાતે પહોંચી હતી. કેન્ડલ રેલીમાં મોટી સંખ્યામાં આરોગ્યના અધિકારીઓ, કર્મચારીઓ કેન્ડલ સાથે જોડાયા હતા.

     કેન્ડલ રેલી તાલુકા હેલ્થ ઓફિસ કેમ્પસ ખાતે પહોંચ્યા બાદ અહીં શોકસભા યોજાઈ હતી,જેમાં જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ હાજરી આપી પુષ્પાંજલી અર્પણ કરી ડો. ગૌરાંગ પરમારની આરોગ્ય અધિકારી તરીકેની જાગૃતિ, પોઝીટીવ એપ્રોચ, ટીમવર્ક સાથેની કાર્યશૈલી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને યાદ કરી બિરદાવી હતી. ખાસ કરીને કોરોના મહામારીના સમય દરમ્યાન ડો. પરમારે ખડેપગે રહીને કોરોના ટેસ્ટિંગ, રસીકરણ તેમજ અન્ય ક્ષેત્રે સતત સક્રિય રહીને તેમણે બજાવેલ સેવાઓના સંસ્મરણો કલેકટરએ યાદ કર્યા હતા અને લોકસેવાની ઉમદા ભાવના ધરાવતા ડો.ગૌરાંગ પરમારના આકસ્મિક નિધનથી સમાજે એક નિષ્ઠાવાન કર્મનિષ્ઠ તબીબ ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કલેકટરે તમાંમ કર્મચારીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવા અને સમયાંતરે રેગ્યુલર મેડિકલ હેલ્થ ચેકપ કરાવવા હિમાયત કરી હતી.

   આ પ્રસંગે કલેકટર તેમજ પ્રાંત અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે તાલુકા હેલ્થ ઓફીસ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પૂર્વ ટીએચઓ સ્વ. ડો. ગૌરાંગ પરમારની યાદમાં તાલુકા હેલ્થ ઓફિસ પાટણ ખાતે નિર્મિત ચબૂતરાનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કલેકટર, પ્રાંત અધિકારી સચિનકુમાર, સીડીએચઓ ડો. વિષ્ણુ પટેલ, ઇ. સિવિલ સર્જન ડો.ઠકકર, ટીએચઓ ડો. અલ્કેશ સોહેલ સહિત જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, આઈસીડીએસના ગૌરીબેન સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઈ નાડોદા, મહેન્દ્રભાઈ મકવાણા, પાટણના એનજીઓના કન્વીનર યતીન ગાંધી, કોર્પોરેટરો મનોજ પટેલ, બિપીન પરમાર, ગોપાલ રાજપૂત, નટુભાઈ દરજી, બાબુભાઈ પ્રજાપતિ, મુકેશ દેસાઈ, મધુબેન સેનમાં, ડો. અતુલ અગ્રવાલ, ઈશ્વરભાઈ એલ. પરમાર સહિત અગ્રણી નાગરિકો, આરોગ્ય, પેરા મેડિકલ સ્ટાફ, ડો.ગૌરાંગ પરમારના ભાઈ મનીષ, વિલાસ, સવજીભાઈ, મધુબેન સહિત પરિવારજનો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પી હતી.