રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી એક ડિસેમ્બરના રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકોના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરશે.સુરેન્દ્રનગર-દુધરેજ રોડ પર જાહેર સભાના સ્થળે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આજે બપોરે 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ભાજપના 5 ઉમેદવારો, આગેવાનો અને હોદેદારો સહિત મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરના સભા સ્થળે સંબોધન કરવા ઉપસ્થિત રહેવાના છે. આથી તેમની સુરક્ષા માટે પોલીસ ટીમ તૈયાર કરાઈ છે.વડાપ્રધાનના આગમન માટેના હેલીપેડ પરથી જ પોલીસ ટીમ સુરક્ષા વ્યવસ્થા સાચવશે. હેલીપેડ, કોન્વેય, વીવીઆઇપી કોન્વેય રોડ, સ્ટેજ બંદોબસ્ત, સભા સ્થળ બંદોબસ્ત, સભા પ્રવેશદ્વાર, બફરઝોન, રોડ તથા પાર્કિંગ સ્થળે, એન્ટી મોરચા, જનરલ સુપરવિઝન સહિતની જવાબદારી સોંપી 1201 પોલીસ કર્મીની ટીમ તૈયાર કરાઈ છે. એસપી-6, ડીવાયએસપી-11, PI-26, PSI-71, કોન્સ્ટેબલ-648, ડબલ્યુએચસી- પીસી-160, ઘોડેસવાર-8, ટ્રાફિક-13, SRP-134, જીએચજી-124. હેલીપેડથી સભા સ્થળ સુધી નક્કી કરેલા ધાબા પોઇન્ટ પર પણ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનની સભામાં સુરક્ષા બંદોબસ્તની પૂરતી તૈયારી માટે પોલીસ ટીમને વિવિધ સાધનોની ફાળવણી પણ કરવામાં આવી છે. જેમાં 145 વોકીટોકી, એચએચએમડી ઇક્વીપમેન્ટ 100, ડીએફએમડી ઇક્વીપમેન્ટ 60, દૂરબીન 20, બેરીકેટ 225ની ફાળવણી કરવામાં આવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं