કિ.રૂ. ૨,૫૦,૦૦૦ / - ની થયેલ ચોરીનો મુદામાલ સાથે આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી તમામ મુદામાલ રીકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલતી બાબરા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ.

 ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય ,

અમરેલી પોલીસ અધિક્ષક હીમકરસીંહ નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલ્કત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓડીટેક્ટ કરવા માર્ગદર્શન આપેલ હોય.

જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓના માર્ગદર્શન હેઠળ

   બાબરા પો.સ્ટે.ફસ્ટ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૨૧ / ૨૦૨૨ IPC કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે બાબરા પો.સ્ટે . ના પો.ઇન્સ.આર.ડી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ

બાબરા પો.સ્ટે.વિસ્તારના વાંડળીયા ગામની સીમમા હાઇટેક ટ્રાન્સપાવર પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ૩૩ કે.વી.પાવર સપ્લાઇ માટે ઇકો પેન્થરકંડકટર ( એલ્યુમીનીયમ ) નો વાયર કિ.રૂ .૨.૫૦.૦૦૦ / - નો ચોરી થયેલ હોય.

 જે ગુન્હાના કામે બાબરા પો.સ્ટે.વિસ્તારમા આવેલ ભંગારના ડેલામાં તપાસ કરતા બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમને બાતમીરાહે હકીકત મળેલ હોય કે.

ત્રણ ઇસમો એલ્યુમીનીયમ વાયર વેંચવા સારૂ બાબરા ટાઉન વિસ્તારમા પુછપરછ કરતા હોય

  જે ઇસમોને બાબરા ટાઉનમાંથી શોધી પુછપરછ કરતા બાબરા પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હાની કબુલાત કરતા

ચોરીમા ગયેલ ઇકો પેન્થર કંડકટર ( એલ્યુમીનીયમ ) વાયર તમામ આરોપીઓએ સંતાડેલ જગ્યાએથી રીકવર કરી ,

ચોરીમા સંડોવાયેલ ત્રણેય આરોપીઓને બાબરા પો.સ્ટે.ખાતે લાવી ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .

.. ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :

 ( ૧ ) દીલીપભાઇ બાલાભાઇ ખટાણા

         ઉ.વ .૪૦, ધંધો.મજુરી, રહે.

        ગળકોટડી, તા.બાબરા

       જી.અમરેલી,

 ( ૨ ) સુરેશભાઇ વલકુભાઇ 

         ચારોલીયા ઉ.વ .૨૩,ધંધો.       

         મજુરી, રહે.બાબરા , કરીયાણા   

         રોડ, તા.બાબરા, જી.અમરેલી,

( ૩ ) વિક્રમભાઇ રમેશભાઇ વાઘેલા

         ઉ.વ .૧૯, ધંધો. મજુરી,

         રહે.શીહોર , એકતા

         સોસાયટી,કરકોલીયા રોડ

         ગોડાઉન પાછળ, તા.શીહોર

         જી.ભાવનગર,

 ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ .આર.ડી ચૌધરી તેમજ પો.સબ ઇન્સ.બી.પી.પરમાર

 તથા સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ.જયદેવભાઇ આર.હેરમા તથા પો.કોન્સ.મહાવીરસીંહ બી.સીંધવ તથા પો.કોન્સ.રાજેશભાઇ જી.રાઠોડ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ.રાતડીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.