કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આમ આદમી પાર્ટી ના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું.. 15 વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કર એ પોતાના કાર્યકરો સાથે મતદારો માટે કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજ્યસ્થાન અને પંજાબ ના આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવિન પટેલ અને જેઠુભા વાધેલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં વિધિવત પૂજા અર્ચના કરી ને રાજુભાઇ ઠકકર એ કંકુ તિલક કરી ને રીબીન કાપીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કર ને પ્રવેશ કરાવ્યો હતો

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ