અમદાવાદ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હવે સોસાયટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરની 625 જેટલી સોસાયટીના 64,401 ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 873 ઘરોમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે. જ્યાં જ્યાં અન મચ્છરના બ્રિડિંગ મળી આવતા 1લાખ 66 હજાર 800નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં તમામ સરકારી અને કોમર્શિયલ એકમો તથા કંટ્રક્સન સાઇટ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 
આજે શહેરના અલગ અલગ ઝોનમાં ચેકિંગની કામગીરી જોઈએ તો મધ્યઝોનમાં 116 સોસાયટીમાં 11516 ઘર જેમા 31માંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે અને 4600નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોનમાં 43 સોસાયટીના 4989 ઘરમાંથી 58માં બ્રિડિંગ મળી આવ્યા છે જેમાં 5800નો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. દક્ષિણ - પશ્ચિમ ઝોનમાં 42 સોસાયટીના 2850 ઘર જેમાં 23માં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે અને 29000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 53 સોસયટીના 7852 ઘર જેમાં 43માં મચ્છરના બ્રિડિંગ મળી અવ્યા છે અને 8750નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં 174 સોસાયટી ના 16321 ઘરોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં 411 ઘરોમાં બ્રિડિંગ મળી આવ્યા હતા જેમાં 13450નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં  55 સોસાયટીના 14031 ઘરોમાં તપાસ કરતાં 259 મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે જેમાં 11550 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં 143 સોસાયટીના 6842ઘરોમાં ચેકિંગ દરમિયાન 48 ઘરોમાં બ્રિડિંગ મળી આવ્યા છે 14900નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ તમામ ઘર અને સોસાયટીમાં ચેકિંગ કરતાં ટેરેસ પર, ટેરેસપર રાખેલા ભંગાર અને ફૂલ છોડના કુંદા ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ ટાંકી, ફ્રિજની ટ્રે,વગેરેમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા જ્યાં દવાનો છંટકાવ અને ફોગિગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.