સોજીત્રા વિધાનસભા બેઠકમાં આવતા પેટલાદ તાલુકાના કણીયા ગામે છેલ્લા કેટલાક વરસોથી રસ્તાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, આ સંદર્ભે અનેક રજુઆતો કરવા છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે ગ્રામજનો રોષે ભરાયા છે અને તેમણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં પ્રવેશવાના સ્થળોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઉપરાંત ગરનાળુ નહીં તો વોટ નહીના સૂત્રોચ્ચારો ગ્રામજનોએ ઉચ્ચાર્યા હતા.મહત્વનું છે કે વર્ષો જૂના આ પડતર પ્રશ્ન સંદર્ભે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પેટલાદ તાલુકા અને સોજીત્રા વિધાનસભામાં સમાવિષ્ટ કણીયા ગામ ધર્મજ ચોકડી પાસે આવેલું છે. આશરે બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે દેવીપૂજક, ઠાકોર, પટેલ વગેરે જ્ઞાતીના લોકો વસવાટ કરે છે. કણીયાના ગ્રામજનો ખેતી અને પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. વાસદ - બગોદરા હાઈ-વે ઉપર આવેલા આ ગામ પાસેથી સિક્સ લેન પસાર થાય છે. જેનું નવીનીકરણ વર્ષો પહેલા શરૂ થયું હતુ. જે વખતે ગ્રામજનોએ હાઈ-વેથી ગામમાં પ્રવેશવા માટે અન્ડરપાસનો બોક્સ રોડ બનાવવા માંગણી કરી હતી. જેના સંદર્ભે ગ્રામજનોએ અનેક વખત લાગતા વળગતા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત મુખ્યમંત્રી સુધી કરી હતી. છતા ગ્રામજનોની માંગણી આજદીન સુધી પડતર છે. જેને કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
કણીયા પંચાયત પાસે શનિવારે ગ્રામજનોએ ભેગા થઈ ચૂંટણીનો બહિસ્ષ્કાર કરવા તથા ગરનાળુ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા. પંચાયતના સરપંચ, ડે.સરપંચ, ડેરીના સભ્યો, પશુપાલકો, ખેડૂતો વગેરેએ જણાવ્યું હતું કે, આ ગામ હાઈ-વેની બે બાજુ વહેંચાયેલું છે. ખેતીની જમીનો અને પશુ પાલકો હાઈ-વેની બીજી બાજુ વાડિયા વિસ્તારમાં પણ રહે છે. જેઓને ગામમાં દૂધ ભરવા, ખરીદી કરવા, વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા વગેરે માટે બે થી ત્રણ કિલોમીટર દંતેલી અથવા વડદલા તરફ જઈને પરત આવવું પડે છે. જેને કારણે ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા છે.
ગામના વાડિયા વિસ્તાર તરફ જો કોઈનું અવસાન થાય તો તેઓને અંતિમવિધી માટે ગામના સ્મશાનમાં હાઈ-વે ઓળંગી આવવાનું હોવાથી પણ ભારે તફલીફ સહન કરવી પડે છે. આવા અનેક પ્રશ્નો સાથે ગ્રામજનો ઉપર આર્થિક ભારણ પણ વધુ પડતુ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ. કારણ કે ખેતી કે અન્ય કામ માટે અવર જવર કરવા બન્ને બાજુ બે - બે કિમીનું અંતર વધુ થતુ હોય છે. આ અંગે રાજકીય નેતાઓ અને સરકારી તંત્રમા પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતા આ પ્રશ્નનુ નિરાકરણ નહી આવવાને કારણે આ વખતે વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના હોવાનું ગ્રામજનોએ ઉચ્ચાર્યું હતુ. જેને લઈ સોજીત્રા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં બન્ને પક્ષે આ મુદ્દો ચર્ચાનો વિધય બન્યો હોવાનું જાણવા મળે છે.