ધારી શહેરમાં દશકાઓથી ધધડધજ બની ગયેલ સિવિલ હોસ્પિટલ નુ જર્જરિત બિલ્ડીંગ દરેક ચુંટણી ઓમાં અનેક આશાઓ સાથે ડગુમગુ બની ગયેલ છે. દરેક ચુંટણી ઓમાં જંપલાવનાર રાજકીય નેતાઓ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ માટેની લોલીપોપ આપી ને વાયદાઓ, વચનોને વિસરી જાય છે.એકાદ દશકાથી સિવિલ હોસ્પિટલ ની હાલત અતિ દયનિય બની ગયેલ છે. વર્ષ ૨૦૧૭ માં સિવિલ હોસ્પિટલના નવનિર્માણ ના વાયદાઓ આપીને જે.વી કાકડીયા કોંગ્રેસ પાર્ટી માં થી ચુંટાયા, ૨૦૨૦ માં ધારી વિધાનસભાની પેટાચૂંટણી થયેલ જેમાં પણ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ માટેની જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ આજસુધી કોઈપણ રાજકીય આગેવાનો એ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ કરાવેલ નથી.કોઈપણ ગંભીર ધટનાઓ ધટે છે, માર્ગ અકસ્માત સર્જાય છે ત્યારે ધારીની હોસ્પિટલ ની મુલાકાત લેતા રાજકીય આગેવાનો આ ખખડધજ સિવિલ હોસ્પિટલ બનાવવા માટે કયારે આગળ આવશે. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદ સમાન ધારીની સિવિલ હોસ્પિટલ બનાવવા માટેના તમામ જમાપાસા ની ઉલટતપાસ કરવામાં આવે તો કદાચ આ વખતે પણ વિધાનસભા ૨૦૨૨ માં સિવિલ હોસ્પિટલ આગામી દિવસોમાં જમીનદોસ્ત કરીને નવનિર્માણ ની કામગીરી આગળ ધપાવવામાં આવશે એવા ઠાલા વચનો શિવાય આમ નાગરિકો ને કશુજ મળવાનુ નથી તેવા વેધક સવાલો લોકો કરી રહેલ છે