ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપએ સ્ટાર પ્રચારકો ને મેદાને ઉતારી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે શુક્રવાર ની રાત્રીના રોજ કામરેજના ABC મોલ ખાતે ભાજપ દ્વારા જનસભા નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, આસામના મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન હિન્દુત્વ પર ભાર આપ્યો હતો, તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હું શીખવા આવ્યો છું, ગુજરાતથી અમે પ્રેરણા લઈએ છીએ, ક્યાં બાબર અને ક્યાં જય શ્રી રામ, ભારત ક્યારે અધડું રામ નું હોય જ નથી આખું ભારત જય શ્રી રામ નું છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ મળીને 370ના સૂપડા સાફ કરી દીઘા ઉલ્લેખનિય છે કે આયોજિત ભાજપની સભામાં ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અજિત આહીર, મહામંત્રી હિરેન પટેલ સહિત ના ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા