ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટે પ્રચાર-પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ સર્જાવાનો હોય તે રીતે એકબીજા પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. દરેક રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યાં છે. જેમાં ભાજપ દ્વારા એક સાથે સ્ટાર પ્રચારકોની સભાઓ યોજવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસ અને આપ પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી બાજુ આપ અને કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ મુદ્દે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
દિગ્ગજોની જાહેર સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પ્રસારની કમાન સંભાળશે. આજે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધિત કરશે. કોંગ્રેસના નામ આદમી પાર્ટી દ્વારા આદિવાસીઓને રિઝવવા માટે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતા પરિણામને લઈને હવે ભાજપ અંતિમ દિવસોની અંદર ફરી એક વખત આદિવાસી વિસ્તારો પર પ્રચાર પ્રસાર તે જ કર્યો છે. 21મી તારીખે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસ આવશે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જાહેર સભાને સંબોધ છે. જેથી સુરત જિલ્લાની અને નવસારીની ત્રણથી ચાર બેઠકો ઉપર તેની સીધી અસર થશે.
કોંગ્રેસ અને આપના નેતા સુરતમાં આવશે આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજયસિંહ આવતીકાલે સુરતમાં અલગ અલગ વિધાનસભા વિસ્તારની અંદર જાહેર સભામાં હાજર રહેશે. વિશેષ કરીને ઓલપાડ અને કરંજ વિસ્તારની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે. રાહુલ ગાંધીની સભા પૂર્વે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત સુરત આવશે અને ત્યારબાદ રાહુલ ગાંધીના જાહેર સભા સંબોધવાના છે. ત્યાં સ્થળ નિરીક્ષણ કરશે. અશોક ગહેલોત સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે પણ મિટિંગ કરશે. ચારે તરફ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે દિગ્ગજ નેતાઓની અવરજવર પણ વધી છે.