ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો જતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રરપ્રાંતીઓ વસવાટ કરે છે, ત્યારે ઉત્તર ભારતીય, મરાઠી, રાજસ્થાની વગેરે અલગ અલગ રાજ્યના લોકો અહી રહે છે. સમગ્ર સુરત શહેરમાં એક પણ હિન્દી ભાષાઓ માટે કોલેજની વ્યવસ્થા નથી. જે સ્લમ વિસ્તાર છે, તેમાં પ્રાથમિક સુવિધા નથી. રેલ્વે હોવા છતાં પણ અહીંથી રેલવે ઉત્તર ભારત તરફ જતી નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપ બીભત્સ રીતે લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. ઓપરેશન લોટસ કરવામાં આવ્યું જેમાં અમારા નેતાઓને ભાજપ તોડીને લઈ ગયું છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારે થાય છે. આ સાથે જ તેઓએ કેજીરવાલ અને ઓવેસી પર પણ શાબ્દિક પ્રહાર કર્યા કરતાં જણાવ્યું હતું કે, કેજરીવાલ અને ઓવૈસી અહીં આવ્યા નથી, તેઓને 'બી ટીમ' તરીકે લવાયા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं