હાલોલ કાલોલ હાઇવે રોડ પર અલીન્દ્રા ગામ ખાતે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક હાઈવે રોડ ઉપર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતમાં કોઈ પણ જાતની જાનહાની થવા પામી ન હતી.
ઘટના સ્થળેથી સૂત્રો દ્ધારા મળતી માહિતી મુજબ હાલોલ-કાલોલ હાઈવે રોડ ઉપર અલીન્દ્રા ગામ ખાતે આવેલ ભારત પેટ્રોલ પંપ નજીક હાઈવે રોડ ઉપર એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં એક મારુતિ અલ્ટો કાર, મારુતિ વેગન આર કાર, મારુતિ ઈકો વાન અને એક સીએનજી છોટા હાથી એમ ચારેય વાહનો એક બીજા સાથે વારાફરતી ધડાકાભેર અથડાતા ચારેય વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે સદ્ નસીબે આ ચારેય વાહનોમાં સવાર ચાલકો અને અંદર બેઠેલા પરિવારજનોનો અકસ્માતમાં આબાદ બચાવ થતા કોઈ જાનહાની સર્જાઈ ન હતી .જોકે અકસ્માતને પગલે ચારેય વાહનોને ભારે નુકસાન પહોચ્યું હતું 4 વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં એક વાહન ચાલકની ભૂલને કારણે અકસ્માત સર્જાતા બાકીના ત્રણ વાહનોને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યુ છે.