ધારી -૯૪ વિધાનસભા ના ઉમેદવાર ડો. બોરીસાગર સામે અનેક પડકારો આવી રહેલા છે.ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ની સામેના ત્રિપાંખીયા જંગમાં કોંગ્રેસ કયાકને કયાક હારી જવાના કગાર ઉપર પહોચી ગયેલ છે. એમાં પણ ધારી વિધાનસભા ના ચુંટણી પ્રચાર માં પ્રદિપ કોટડીયા ની ગેરહાજરી પાટીદાર સમાજને કોરી ખાય છે. પ્રદિપ કોટડીયા ના જુથના પાયાના પથ્થર સમાન કાર્યકરો પણ કયાક ને કયાક અંદરખાને ડો. બોરીસાગર થી નારાજ હોય તેવુ જણાય છે. પ્રદિપ કોટડીયા યુવા ચહેરો છે.. જીલ્લા પંચાયત ના માજી સદસ્ય છે. ડો. બોરીસાગર કયાકને કયાક ભુલ કરી રહેલ છે. પ્રદિપ કોટડીયા ની ગેરહાજરી ના કારણે પાટીદાર સમાજ પણ કોંગ્રેસ થી દુર જય રહેલ હોય તેવી વાતો લોકોના મુખેથી સંભળાય રહેલ છે. કોંગ્રેસ ના ઉમેદવાર ડો. બોરીસાગરનુ રાજકીય જીવન, સામાજિક જીવન ભલે બિનવિવાદસ્પદ રહેલ હોય પરંતુ આ વિધાનસભા મત વિસ્તાર ના ઉમેદવાર તરીકે તેઓ અન્ય કોંગ્રેસના આગેવાનો ને કદ પ્રમાણે વેતરી રહેલ છે તેવુ પણ ચર્ચાઈ રહેલ છે