કડી તાલુકાના ખાવડ ગામે ગત રાત્રીએ નજીવી બાબતમાં માથાકૂટ થઈ હતી અને માથાકૂટનો અંત મારામારીથી પૂરો થયો હતો. ખાવડ ગામે યુવાને ગાળા ગાળી કરવાની ના પાડતા ચાર ઈસમો ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને યુવાનને તેમજ તેના પરિવારજનો ઉપર હુમલો કરતા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
કડી તાલુકાના ખાવડ ગામે રહેતા અજય ભલાભાઇ કે જેઓ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેવો ગત રાત્રીએ નોકરીથી પરત આવીને પોતાના ઘરે હાજર હતા. જે દરમિયાન તેમના પડોશમાં રહેતા અજય કિશનભાઇ કે જેઓ ઊંચા અવાજે ગાળા ગાળી કરી રહ્યા હતા. ત્યારે અજયભાઇએ પડોશમાં રહેતા કિશનભાઇ ને કહ્યું કે, તમે લોકો ઊંચા અવાજે ગાળા ગાળી કરશો નહીં, આજુબાજુમાં મહિલાઓ તથા બેન દીકરીઓ રહે છે અને તેઓ સાંભળે તો સારું લાગે નહીં.
જેવું કહેતા સામસામે ગાળા ગાળી તેમજ ઉશ્કેરાઈ જઈને એક બીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ઉગ્ર ઝઘડો થતાં એકબીજાના પરિવારજનો આવી પહોંચ્યા હતા અને અજય ભલાભાઇના પરિવારજનો પર અજય કિશનભાઇના પરિવારજનોએ હુમલો કરતાં અજય સહિત કુલ ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં કડી તાલુકાના બાવલું પોલીસને જાણ થતાં બાવલું પોલીસે કુલ ચાર ઈસમો પર ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી