દાહોદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજસ્થાન અને ગુજરાતની સરહદો પૈકી ફતેપુરા તાલુકામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ફતેપુરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઇ રહ્યું છે . આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આંતરરાજ્ય ચેકપોસ્ટ પર આવતા દરેક વાહનોનું બી.એસ.એફ. અને ફતેપુરા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત મુકી ને સંયુક્ત રીતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે . ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભાની ચુંટણી ની જાહેરાત થઇ ચૂકી છે. ત્યારે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે . ગુજરાત રાજસ્થાનની સરહદે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક બની છે . બી.એસ.એફ. અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજસ્થાન તરફથી આવતા તમામ નાના મોટા વાહનોનું કડક હાથે ચેકીંગ હાથ ધરાયું છે . તમામ વાહનોમાં કોઇ કેફી દ્રવ્ય કે અન્ય કોઈ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ગુજરાતમાં ઘુસે નહીં તે માટે વાહનોને ઊભા રખાવી વાહનોની તપાસ કરવામાં આવે છે . આમ રાજસ્થાન ગુજરાત સરહદે , પોલીસ તંત્ર એલર્ટ અને સધન કડક ચેકીંગ હાથ ધરેલ જોવા મળે છે.