યાત્રાધામ અંબાજી મંદિર એ ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ છે જેની ગણના હવે આખા ભારત દેશમાં થાય છે 

અહી દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શને આવે છે અને તેમની સુવિધા માટે અને સ્વચ્છતા માટે  મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને સુરક્ષા માટે પણ પોલીસ બંદોબસ્ત,BSF ની  ટુકડી તથા GISF ના ગાર્ડ ફરજ પર મૂકવામાં આવેલા હોય છે 

તેમ છતાં મંદિરના ચાચર ચોકમાં કૂતરાઓ ફરતા જોવા મળ્યા હતાં.મંદિરના પવિત્ર ભાગ એવા ચાચર ચોકમાં કૂતરાઓ ફરતા હોવાથી યાત્રિકો કચવાટ અનુભવતા હતા 

મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે યોગ્ય કરવામાં આવે એવી યાત્રિકોની માંગણી હતી.