છેલ્લા દોઢ-બે માસથી કોઇક અજાણ્યા ઇસમો સોમનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ત્રણ યાત્રિક
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અતિથિગૃહ (૧) લીલાવતી અતિથિગૃહ (૨) શ્રી માહેશ્વરી અતિથિગૃહ (૩) શ્રી સાગર દર્શન
અતિથિગૃહના નામની ફેક વેબસાઇટો બનાવી કોઇ યાત્રિક રુમ બુકીંગ માટે ઓનલાઇન સર્ચ કરી
રુમ બુકીંગ કરે તો અતિથિગૃહમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી પેમેન્ટ ગેટવે મારફતે
જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઇન નાણા મેળવી લઇ રુમ નહી આપી આજદીન સુધી આશરે
૨૦૩ જેટલા યાત્રિકો પાસેથી રુપિયા ૨૪,૯૬,૨૧૮/- મેળવી લઇ યાત્રિકો તેમજ સોમનાથ ટ્રસ્ટ
સાથે છેતરપીંડી કરી રહેલ છે વિગેરે મુજબની ફરીયાદીની ફરીયાદ આધારે સાયબર ક્રાઇમ પોલીસ
સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ અને ગુનાની આગળની તપાસ પો.ઇન્સ. શ્રી
પી.વી.રાણા નાઓનો સોંપવામાં આવેલ.
તાજેતરમાં મોટા પ્રમાણમાં લોકો ધાર્મિક પ્રવાસ અર્થે ગુગલ પર ઓનલાઇન
સર્ચ કરી પ્રખ્યાત હોટ્સ, ગેસ્ટહાઉસ, અતિથિગૃહ, ધર્મશાળાનો ઓનલાઇન સંપર્ક કરી જરુરીયાત
મુજબની સેવા મેળવતા હોય કેટલાક સાયબર ક્રાઇમ ગુનેગારો પ્રખ્યાત અતિથિગૃહોના નામની ફેક
વેબસાઇટ બનાવી તેને હોસ્ટ કરી કોઇ યાત્રિકો દ્વારા ઓનલાઇન સર્ચ કરી તેમની ફેક વેબસાઇટ
પર ઓનલાઇન બુકીંગ કરી નાણા ભરી રુમ બુકીંગ કરાવે તો રુમ બુકીંગ કરાવનાર યાત્રિકોને સેવા
પુરી નહી પાડી યાત્રિકો પાસેથી રુમ બુકીંગના નામે મેળવી લીધેલ નાણા પરત નહી આપી
છેતરપીંડી કરી ગુનાહિત પ્રવૃતિ આચરતા હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સાયબર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર શ્રી અજીત
રાજ્યણ, સાયબર ક્રાઇમ બ્રાન્ચના મદદનિશ પોલીસ કમિશ્નર શ્રી જે.એમ.યાદવ સાહેબ નાઓએ
ઉપરોક્ત બનાવને ગંભીરતાથી લઇ આવા ગુના ત્વરીત શોધી કાઢી આરોપી પકડી પાડવા સાયબર
સેલના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પી.વી.રાણા નાઓને હુકમ કરતાં પો.સ.ઇ શ્રી ટી.એન.મોરડીયા તથા
ટેકનિકલ સેલના અધિકારી/કર્મચારી નાઓએ આરોપી વિરુધ્ધના ટેકનિકલ પુરાવા એકત્રિત કરી
તપાસટીમ સાથે દિલ્હી તપાસમાં જઇ ફેક વેબસાઇટ બનાવી તેનો વપરાશ કરનાર આરોપી (૧)
વિનય કુમાર જય પ્રકાશ પ્રજાપતિ રહે. મંગોલપુરી, દિલ્હી (૨) અમર કુમાર જય પ્રકાશ પ્રજાપતિ
રહે. મંગોલપુરી, દિલ્હીને પકડી પાડી ગુનાના કામે અટ્ક કરાવી ગુનાનુ ડીટેક્શન કરેલ છે.
આરોપીની ગુનામાં ભુમિકા :-
આરોપી વિનય કુમાર બી.કોમ.ના બીજા સેમેસ્ટરમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ
કરે છે. અભ્યાસની સાથે સાથે છેલ્લા દોઢેક વર્ષથી WEB GROW MARKETING SOLUTION
નામથી E-21 233/234, near by Shree Gopal Ji Chhole Bhature Wale, Sector 3, Pocket
21, Sector 3E, Rohini, Delhi, 110085 ખાતે ઓફિસ ધરાવી વેબસાઇટ ડેવલોપરનુ કામ કરતા
હતા અને છેલ્લા એક મહિનાથી ઓફિસ બંધ કરી દિધેલ છે. સદર આરોપીએWEB GROW
MARKETING SOLUTION નામની કંપની પોતાના નામે રજીસ્ટર્ડ કરાવી સહઆરોપી અમર કુમાર
સાથે મળીને સોમનાથ ટ્રસ્ટના લીલાવતી અતિથિગૃહના નામની ફેક વેબસાઇટ બનાવી હોસ્ટ કરી
રુમબુકીંગ માટે પેમેન્ટ ગેટવે મારફતે નાણા મેળવી લઇ યાત્રિકો સાથે છેતરપીંડી કરેલ છે.
આરોપી અમર કુમાર બી.એસ.સી.ના છેલ્લા વર્ષમાં સ્વામી સહજાનંદ કોલેજ
અલીપુર દિલ્હી ખાતેથી ઇગ્નુ સંલગ્ન કોલેજથી ડીસ્ટન્સ લર્નીંગથી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે
છે અને સાથે સાથે પોતાના ભાઇ વિનય કુમાર સાથે WEB GROW MARKETING SOLUTION
નામથી વેબસાઇટ ડેવલોપર તરીકે કામ કરે છે. સદર આરોપીએ WEB GROW_MARKETING
SOLUTION નામની કંપનીના કોન્ટેકમાં પોતાનો મોબાઇલ નંબર રાખી સહઆરોપી વિનય કુમાર
સાથે મળીને સોમનાથ ટ્રસ્ટના લીલાવતી અતિથિગૃહના નામની ફેક વેબસાઇટ બનાવી હોસ્ટ કરી
રુમબુકીંગ માટે પેમેન્ટ ગેટવે મારફતે નાણા મેળવી લઇ યાત્રિકો સાથે છેતરપીંડી કરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ : - મોબાઇલફોન-૨ રુપિયા ૬,૦૦૦/- નો મુદ્દામાલ
Sms news
Social media sandesh
Reporter Ravi b. Meghwal