પાવીજેતપુર તાલુકામાં પાલીયા ગામે ૩ ઓગસ્ટના રોજ જીપીસીબી ની લોક સુનાવણી રેતીની લીઝો માટે રાખવામાં આવી હતી. જ્યાં સ્થાનિકોએ રેતીની લીઝો મંજુર કરવા બાબતે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો.              

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

       પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના પાલીયા ખાતે તથા વાઘવા પાંચ ( ૫ ) રીવરબેડ સેન્ડ માઈન લીઝ દ્વારા પ્રસ્તાપિત રેટ ઓફ માઈનીંગ - 2.06,690 એમ.ટી .પી.એ ( કુલ ક્લસ્ટર વિસ્તાર : 43.75.80 હેક્ટર ) માટેની પરિયોજના પ્રોજેકટ કેટેગરી ( બી ) અન્વયે લોક સુનાવણી રાખેલ હતી. આ સમયે ગામ લોકોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે રેતીની લીઝો થી હવાનું પ્રદૂષણ થાય છે. રેતી ની લીઝો ચાલુ થવાથી નદીમાં ઊંડા ખાડા કરી વિશાળ પ્રમાણમાં રેતી ખનન થવાના કારણે પાણીનું સ્તર ખૂબ નીચું જતું રહે છે, જેના કારણે ખેતી કરવા માટે તેમજ પશુ પક્ષીઓને જીવવા માટે પણ પાણી મળતું નથી. સ્વાભાવિક રીતે જ નદીમાં રેતીનું પ્રમાણ ઓછું થવાના કારણે નદીની આજુબાજુ કિનારા ઉપર આવેલ ખેતરોના ધોવાણ થાય છે. નદીના પટમાંથી રેતી ઓછી થઈ જવાના કારણે શાકભાજીની ખેતી પણ કરી શકાતી નથી તેમ જ પશુ ચરાવવાની પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. 

             ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રેતીની લીજો ચાલુ થવાથી રોજગાર વધશે તેમ જણાવતા ઉપસ્થિત જનતાએ જવાબ આપ્યો હતો કે દોઢ બે વર્ષ ચાલતી રેતીની લીઝો બંધ થતા જ રોજગાર છીનવાઈ જશે જ્યારે ખેતી આજીવન કરી ઉત્પાદન મેળવી ગુજરાત ચલાવી શકાશે. 

            ભા૨જ નદી ઉપર ડુંગરવાંટ ખાતે ડેમ બનાવવામાં આવેલ છે . જેના કારણે ભારજ નદીના પટમાં રેતીની આવક થશે નહીં . હાલમાં જે રેતી છે તેનું ખનન થઈ જવા થી ભવિષ્યમાં ક્યારેય નદીના પટમાં રેતી મળશે નહિ . જેના કારણે પાણીના સ્તર નીચા જશે અને માનવ સમુદાય , પશુ - પક્ષી તથા ખેતી માટે પાણીની અછત સર્જાશે . આ વિસ્તારના લોકોનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની જશે .આમ માઈનીંગ પ્લાન થી નદી કિનારાના ગામો જેવા કે પાલીયા , ખાંડીયાઅમાદર , સજોડ , ઘુટણવડ , ઘુંટીયા , ડુંગરવાંટ , ગંભીરપુરા , નાનીબેજ , મોટીબેજ , વાંકી , કોલીયારી , ઠલકી , લોઢણ , શિહોદ , શિયોલ , મોટીરાસલી , નાનીરાસલી જેવા ગામના લોકોના જીવન નિર્વાહ માટે વિપરીત અસર થશે . જેની ગંભીર નોંધ લઈ આ પ્લાનને મંજુરી ન આપવા માટે સ્થાનિકો દ્વારા સજ્જડ વિરોધ કરવામાં આવ્યો હતો.          

            પાવીજેતપુર થી બોડેલી વચ્ચે ચાલતી લીઝો ના કારણે બોડેલી થી પાવીજેતપુર વચ્ચેના રસ્તા અંગે અધિકારીઓને ઉપસ્થિત જનતાએ સવાલ કર્યો હતો કે તમે આ રસ્તાઓને જોયા છે ? તેની ખખડ ધજ થઈ ગયેલી હાલત જોઈ છે ? લીઝો ચાલુ થાય તો અમારી શું દશા થશે ? આવા વેધક સવાલો કર્યા હતા.

જળ જંગલ અને પ્રકૃતિને અમે માનનારા છીએ જો લીઝો અહીંયા ચાલુ થશે તો ફરીથી અમારે નાગા બની જંગલમાં જવાનો વારો આવશે. વયો વૃદ્ધ એક નાગરિકે જણાવ્યું હતું કે પાણીના સ્તર ઊંડા જશે તો ફરીથી અમારે પોટલા વાળી કચ્છમાં મજૂરીએ જવાનો વારો આવશે. લીજ ચાલુ થશે તો પાંચથી દસ પરિવારને ફાયદો થશે પરંતુ જો લીજ નહીં ચાલુ થાય તો ૫૦૦૦ જેટલા લોકોને ફાયદો થશે. માટે કોઈપણ ભોગે લીજ ચાલુ કરવા દેવામાં આવશે નહીં તેમ સ્થાનિકોએ સજ્જડ વિરોધ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા દ્વારા પણ લેખિત રેતીની લીઝો નો વિરોધ કરવામાં આવ્યો છે.

         આમ, પાવીજેતપુર તાલુકાના પાલીયા ગામે જીપીસીબી ની લોક સુનાવણી રેતીની લીઝો નો સજ્જડ વિરોધ નોંધાયો હતો.