શિયાળાની શરૂઆત સાથે સ્વાસ્થ્યપ્રદ નીરોનું વેચાણ શરૂ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વ્હેલી સવારે અને મોડી સાંજ બાદ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે વિવિધ સ્વાસ્થ્યપ્રદ વાનગીનું વેચાણ શરૂ થયું છે. આવા જ શિયાળામાં શરીરને સ્વસ્થ રાખે એવા નીરાનું વેચાણ ઠેરઠેર થઇ રહ્યું છે. શહેરીજનો આરોગ્યપ્રદ નીરાનો સ્વાદ માણી શિયાળાની મૌજ માણી રહ્યા છે.