પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી ડિવોર્સી મોડેલ પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તેની સાથે માતાના ઘરે ઉમરવાડા ખાતે અઠવાડીયા રહેવા ગઈ હતી ત્યારે તેના બંધ ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા રૂ. 1. 08 લાખ અને સોનાચાંદીના દાગીના મળી અંદાજે 2 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ઉન પાટિયાના કપડા વેપારીએ મેસોની ઓનલાઇન શોપીંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ખરીદેલા ડ્રેસના રૂપિયા રીટર્ન મેળવવા જતા ભેજાબાજે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી રૂ. 80, 521 ઉપાડી લીધાની ફરીયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાય છે.