બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદી હવે આપણી વચ્ચે નથી રહ્યા. મિથિલેશ ચતુર્વેદીને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. અને તેમનું નિધન થયું છે. માહિતી અનુસાર અભિનેતા મિથિલેશ ચતુર્વેદીએ 3 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવંગત અભિનેતા હૃદય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા , જેના કારણે તેમને લખનૌ સ્થિત તેમના ઘરે લઈ ગયા હતા . તમને જણાવી દઈએ કે મિથિલેશ ચતુર્વેદીએ કોઈ મિલ ગયા અને રેડી જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.