*ડીસા વિધાનસભા ના ઉમેદવાર ના તમામ ફોર્મ માન્ય રહ્યા*
સબંધ ભારત તા 18
ગુજરાત રાજ્ય ચૂંટણીના પડગામ વાગી રહ્યા છે ત્યારે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોવાથી 13 વિધાનસભા ડીસાના ઉમેદવારોના ફોર્મ ની ચકાસણી પૂરી થઈ હતી ત્યારે
ડીસા વિધાનસભા બેઠક માટે કુલ 17 વ્યક્તિઓએ 24 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં ડમી ઉમેદવારોને બાદ કરતાં તમામ ફોર્મ માન્ય રહેવા પામ્યા હતા. ડીસા વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 17 વ્યક્તિઓએ 24 ફોર્મ ભર્યા હતા.જેમાં કેટલાક ઉમેદવારોએ ડબલ ફોર્મ ભર્યા હતા તેમજ ડમી ઉમેદવારો પણ હતા. ત્યારબાદ શુક્રવારે ફોર્મ ચકાસણી થતા ડમી ઉમેદવારો અને એક્સ્ટ્રા ફોર્મ રદ થતાં 17 વ્યક્તિ માંથી હવે 15 ઉમેદવારો બાકી રહ્યા છે. ફોર્મ ચકાસણી દરમિયાન તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે ડબલ ફોર્મ અને ડમી ફોર્મ રદ થતાં હવે કુલ 15 ઉમેદવારો બાકી રહ્યા છે શનિવારે અને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી ચીત્ર સ્પષ્ટ થશે.
તસ્વીર. અમૃત માળી ડીસા