લુણાવાડા 122 વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશકુમાર સેવકે ચુંટણી પ્રચાર અંતર્ગત હાથીવન જિલ્લા પંચાયતના ધામણીયા ગામે ગ્રામજનો સાથે સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી ફરી એક વખત સેવાનો અવસર આપવા માટે અપીલ કરી. આ પ્રસંગે લુણાવાડા તાલુકા મંડલ પ્રમુખ કાનજીભાઈ પગી, ઉપપ્રમુખ મહાવીરસિંહ સોલંકી, તાલુકા યુવા મોરચા પ્રમુખ ચિરાગકુમાર પટેલ, જસવંતભાઈ ડામોર, સોશીયલ મિડીયા ઇન્ચાર્જ અરવિંદભાઈ પટેલ, સરપંચશ્રીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં