આણંદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભા મતદાર વિભાગો માટે ૪ ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.જેમાં ખંભાત ૧૦૮ વિધાનસભા મતદાર વિભાગ માટે અમિતસિંઘ બંસલ(આઈ.એ.એસ) ની નિમણુંક કરવામાં આવી છે.ચૂંટણી નિરીક્ષક તમામ મતદાર વિભાગની ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખશે.આ ઉપરાંત તેઓએ ખંભાતના મતદાન મથકોની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું અવલોકન કર્યું હતું.મતદાતાઓ સાથે સંવાદ કરી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી હતી.પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તેમજ લોકશાહીના આ સોનેરી અવસર માં સહભાગી થવા માટે અપીલ કરી મતદાન માટે જાગૃત કર્યા હતા.
ચૂંટણી સંબંધિત સમસ્યા સંદર્ભે ખંભાત વિધાનસભા ચૂંટણી નિરીક્ષકને 81609 04918 નંબર પર સંપર્ક કરી શકશે.ચૂંટણી લક્ષી સમસ્યા સંદર્ભે સોમવારથી શુક્રવારે સાંજના ૬ થી ૮ દરમિયાન ઓ.એન.જી.સી, રેસ્ટ હાઉસ, ખંભાત ખાતે મળી શકશે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368