લીંબડી વિધાનસભા વિસ્તારમાં આવ-જા શરૂ થઈ છે. ચુડા તાલુકાનાં 5 ગામોના 150થી વધુ લોકો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સાયલાના કંસાલા ગામના આગેવાનોએ કમળ છોડી કૉંગ્રેસનો હાથ પકડ્યો હતો.લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ચાચકા, ઝીંઝાવદર, છત્રિયાળા, ચચાણા અને નવી મોરવાડ ગામના 150થી વધુ લોકોએ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. કિરીટસિંહ રાણાએ તમામ લોકોને ભગવો ખેસ પહેરાવ્યો.5 ગામના 150થી વધુ લોકો ભાજપમાં જોડાવાથી કૉંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોવાની વાતો વહેતી થઈ તો બીજી તરફ કૉંગ્રેસના મેન્ડેટ પર ગત વિધાનસભાની પેટા ચૂંટણી લડેલા ચેતનભાઈ ખાચરની હાજરીમાં સાયલા તાલુકાના કંસાલા ગામના 10 આગેવાનોએ ભાજપ છોડી કૉંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं