ગળતેશ્વર તાલુકા ના અંબાવ ફાટકે મોટા મોટા RCC બ્લોક ઊંચા નીચા થતાં નાના વાહન ચાલકો ચાલતા રહેદારીઓ હેરાન.

ગળતેશ્વર તાલુકા ના અંબાવ ગામે થી ગળતેશ્વર મહાદેવ તરફ જવાના અંબાવ રેલ્વે ફાટક ઉપર આર.સી.સી.ના સિમેન્ટના બ્લોક બેસાડવામાં આવતા મોટા મોટા બ્લોક ઉપરથી ક્વૉરી ઉદ્યોગના મોટા હાઇવા ડમ્પરો તેમજ દર રવિવારે લકજરી બસો, ટ્રેકટરો વગેરે ભારે વજનવાળા સાધનો રાત-દિવસ આ રેલ્વે ફાટકના પથ્થરો ઉંચા નીચા લેવલ વગરના થઈ જતાં નાના વાહન ચાલકો, સ્કૂટર, મોટર સાઈકલ, સાયકલ, થ્રી વ્હીલવાળી ટેમ્પીઓ, રીક્ષા જેવા નાના સાધન ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે. ગળતેશ્વર મહાદેવ, સરનાલ, સુખીની મુવાડી, આનંદપુરા, અંબાવના ગ્રામજનોને ૨૪ કલાક આ રેલ્વે ફાટકથી પસાર થવું પડે છે. તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે.