જેમા વર્તમાન પ્રમુખ-કિશોરભાઈ દત્તાણી તથા ઉપપ્રમુખ-પરેશભાઈ દાવડાની ટર્મ પુરી થતી હોય તેમણે રાજીનામુ આપેલ હોય જે સ્વીકારવામા આવેલ અને નવા પ્રમુખ તરીકે દામોદરભાઈ. દાવડા તથા ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ સામાણીની સર્વ સંમંતીથી નિમણુક કરવામા આવેલ.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

૨૦૧૯ તથા ૨૦૨૦ એમ બે વરસ માટે પ્રમુખ-કિશોરભાઈ તથા ઉપપ્રમુખ- પરેશભાઈની સર્વાનુમતે નીમણુક કરવામા આવેલ જે સર્વ કમીટી મેમ્બર તથા જ્ઞાતી જનોના ઉત્સાહથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી બે વર્ષ પુર્ણ કરેલ. 

જેની ભાટીયા લોહાણા મહાજને કદર કરી વર્ષ-૨૦૨૧ તથા ૨૦૨૨ એમ ફરીથી સર્વ સંમંતીથી નિંમણુક કરેલ.

અમારા કાર્યકાળ દરમિયાન અમે પૂરતી નિષ્ઠાપૂર્વક લોહાણા મહાજન વાડીમાં જે જે પ્રકારની જરૂરિયાતો હતી તેમજ જે વસ્તુઓ કે સેવાઓ ખૂટતી હતી તેને પૂરી કરવા ખરા હૃદય પૂર્વક અમારાથી બનતી સેવા આપેલ.

તેની એક સંક્ષિપ્ત યાદી અહીં રજૂ કરેલ છે.

1 વર્તમાન જરૂરીયાત મુજબ જોઈતી વસ્તુઓ,વાસણો,સોફા,ટેબલફેન,પંખા,એલોઝન,

એલઈડી.

2 એં.સી.૩ ડાયનીંગ હોલમાં 

બુફેટેબલ,અરીસા,ગાદલા-૧૦૦,બ્લેન્કેટ,ઓશીકા.

3 સીડીમા બન્નેસાઈડ પાઈપ,ખુરશી,સેટી,ઝુલો.

4 ડીનર સેટ-૫૦૦-જાજમ.

5 વર-કન્યા-અણવર માટે સોફા 

6 ખુરશી,આર.સી.સી.રોડ,ફરીયામા બન્ને દિવાલમાં       

લેન્ટર સુધી ટાઈલ્શ તથા ઓફીશ મા પીઓપી-ફર્નીચર,વજન કાંટો.

7 જલારામ બાપાનુ મોટુ પોસ્ટર,રસોડામા કોટાસ્ટોન નો કબાટ

 વગેરે મહાજનના ભંડોળમાથી તથા દાતાઓના સહયોગથી વસાવેલ. આ ઉપરાંતના અન્ય સેવા કાર્યો 

કરવાનું પણ અમને સૌભાગ્ય પ્રાપ્ત થયેલ હતું.જેમાં…

8 ૧૩૦ પરિવારોને મા-અમૃતમકાર્ડ(રૂા.૫લાખની મેડીકલ સહાય વાળા)મહાજન વાડીમા કરી ઘરે-ઘરે પહોચાડેલ,-

9 પરીવારમા દુઃખદ અવસાન સમયે છાસ-ભોજનની વ્યવસ્થા નિશુલ્ક ચાલુકરવામા આવેલ.

10 ભોજન ગરમ રહે તે માટે મોટા ટીફીન પણ વસાવમા આવેલ.

11 કોરોનાની ભયંકર બીમારી વખતે રાહત (અડધા)ભાવની રાશનકીટ-૪૦ જેટલા જરૂરીયાતમંદ જ્ઞાતિજનોને છેલ્લા અઢી વરશથી વિતરણ કરવામા આવે છે.

12 કોરોન્ટાઈન સેન્ટર પણ ખોલવામા આવેલ,આ રોગનો ભોગ બનેલ પરીવારને ટીફીન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામા આવેલ,

આ સમયે આપણા કોઈ પરિવારને કંઈ પણ મુશકેલી કે તકલીફ પડી હોય તો તેનુ નિરાકરણ લાવવા મહાજનશ્રીએ ચિંતા કરી ભરપુર પ્રયત્ન કરેલ.

13 ૧ રૂા.મા કન્યાના લગ્ન-કરયાવર- કપડા,વાસણ,ચાંદીના દાગીના(મંગલશુત્ર)વગેરે,ગોર,મંડપ તથા બન્ને પક્ષના ૫૦+૫૦=૧૦૦ વ્યકિતઓને-ચા-નાસ્તો-જમવાનુ તથા ખુરશી વગેરે ની વ્યવસ્થા.

   યુવક-યુવતીઓના પરીચય મેળાનું પણ આયોજન કરવામા આવેલ

14 સરકાર તરફથી મળતી સહાયના ફોર્મ-વિધવા સહાય-વૃધ્ધાવસ્થામા મળતુ પેન્શન તથા ઘણી બધી સરકારી સહાયના ફોર્મ ઓફીશમાં રાખી માર્ગદર્શન પણ આપતા.

15 દીકરીના લગ્ન માટે કે સગાઈ માટે મહાજનવાડી નું ભાડુ નિશુલ્ક આપવામા આવશે આવો એક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામા આવેલ છે.

16 રૂા.૧૨ તથા રૂા.૩૩૦ વાળી પ્રધાનમંત્રી વિમા યોજના ના ફોર્મ ભરવા માટે મહાજનવાડીમા આયોજન કરેલ.

  અમે અમારી ફરજ ના ભાગરૂપે અમારા આ સમયગાળા દરમિયાન અમારાથી જે કંઈ પણ બની શકતું હતું.. તે પૂરી નિષ્ઠાપૂર્વક કાર્ય કરેલ છે. તેમ છતાં પણ આ સમયગાળા દરમિયાન કોઇ કસૂર રહી ગઈ હોય કે જાણતા અજાણતા કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો સમગ્ર લોહાણા મહાજન સમાજ ના અમે ક્ષમા પ્રાર્થી છીએ. આ સમયગાળા દરમિયાન સમગ્ર લોહાણા મહાજને અમને આ સેવાકાર્ય કરવા માટે લાયક સમજ્યા તેમજ અવસર આપ્યો તે માટે સમસ્ત લોહાણા સમાજનો ખરા હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

લી. કિશોરભાઈ. દતાણી

       પરેશભાઈ. દાવડા