પ્રારંભથી જ ખંભાત વિધાનસભામાં ભાજપા પાર્ટીએ મયુરભાઈ રાવલને ટીકીટ ફાળવતા સોશિયલ મિડિયામાં તેમજ પ્રચાર દરમિયાન વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.કોરોનાકાળ દરમિયાન અલિંગ વિસ્તારમાં રાણા સમાજના લોકો સાથે મયુરભાઈ રાવલ ડોકિયું કરવા ન જતા તે સમયે પણ તેઓના વિરોધના બોર્ડ લગાવવામાં આવ્યા હતા.હવે ચૂંટણી આવતાની સાથે જ્યારે ટીકીટ ફળવાતા મયુરભાઈને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.વિરોધના સૂર અટકવાનું નામ જ નથી લેતું ! હવે મયુરભાઈ રાવલથી નારાજ શકરપુરના વચલી શેરીના રહીશોએ ખુલ્લેઆમ "ભાજપાની નો એન્ટ્રી" 'શકરપુરમાં પ્રચાર માટે 'મયુરભાઈ રાવલે' આવવું નહીં તેવા લખાણના બેનરો લટકાવી દીધા છે.નોંધનીય છે કે, ખંભાતમાં ૧૪ જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા માટે નામાંકન કરાવી દીધું છે.અને દિવસે ને દિવસે ભાજપા માટે કપરા ચઢાણ કરવા પડે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं