વિધાનસભા સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત આજે અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો.

 ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અંતિમ તારીખે અમરેલી જિલ્લાના ૯૪- ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી અંતિમ દિને એક પણ ઉમેદવારી પત્રક પરત ખેંચાયું નથી.

૯૫-અમરેલી વિધાનસભામાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિને ૦૨ પત્રકો પરત ખેંચયા હતા.

(૧) ઉમેદવાર કિરણબેન શૈલકુમાર ઉકાણી,

(૨) મકવાણા કાળુભાઈ નારણભાઈ

એ ઉમેદવારી પત્રકો પરત ખેંચ્યા હતા. ૯૬- લાઠી વિધાનસભામાં ૦૨ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી.

ઉમેદવારી નોંધાવનાર

(૧) ધાધલ ગોવિંદભાઈ નથુભાઈ, દેત્રોજા

(૨) જયશ્રીબેન જયસુખભાઈ

એ તેમના ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા છે.

૯૭- સાવરકુંડલા વિધાનસભામાં ૦૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો પરત ખેંચ્યા હતા.

 ઉમેદવારી નોંધાવનાર

(૧) વિશાલભાઈ પ્રવિણભાઈ રાદડિયા, (૨) કુરેશી ઈમરાન ઈકબાલભાઈ,

(૩) પ્રકાશકુમાર લાલજીભાઈ ગેડીયાએ

અંતિમ દિને ઉમેદવારી પત્રકો પરત ખેંચ્યા હતા.

 ૯૮-રાજુલા વિધાનસભામાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિને ૦૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો પરત ખેંચ્યા છે.

(૧) સોલંકી દયાળભાઈ ધનજીભાઈ, (૨) સાવલીયા ધીરૂભાઈ ગોવિંદભાઈ, (૩) રવૈયા અમીતભાઈ હર્ષદભાઈએ રાજુલા-જાફરાબાદ વિધાનસભામાં કરેલી ઉમેદવારી પરત ખેંચી છે.

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.