દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામેથી લોક મારી પાર્ક કરેલ બોલેરો ફોર વ્હીલર ગાડીની ચોરી થયાંનું જાણવા મળે છે. ગત તા.૧૧મી નવેમ્બરના રોજ ગલાલીયાવાડ ગામે સરસ્વતી નગર સોસાયટી ખાતે રહેતાં દલસિંગભાઈ ઝીથરાભાઈ બામણીયાએ પોતાની બોલેરો ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ બોલેરો ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે દલસિંગભાઈ ઝીથરાભાઈ બામણીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે