ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર હાલ સમગ્ર મતવિસ્તારના ગામડાઓને.ખુંદી રહેલા છે .પોતાના હોમટાઉન ખાંભા તાલુકા ની જનતા ડો. બોરીસાગર ને મત આપીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ચુંટી કાઢવા માંગે છે ત્યારે બગસરા શહેર પ્રમુખ ચીરાગ પરમાર ની સાથે થયેલ એક વાતચીત માં ચીરાગ પરમાર દ્વારા જણાવવામાં આવેલ છેકે સમગ્ર બગસરા તાલુકાના મતદારો હંમેશા કોંગ્રેસ તરફી મતદાન કરીને ધારી ૯૪ સીટ પર નિર્ણાયક વોટર સાબિત થયેલા છે ત્યારે આ વખતે પણ.ડો. બોરીસાગર જેવા ઉમેદવાર ને પણ બગસરા તાલુકા ની જનતા જરૂર ખોબલે ને ધોબલે મત આપીને સારામાં સારી લીડ અપાવશે એવુ વિશ્વાસ પુર્વક તેઓએ જણાવ્યું હતુ. આઝાદી ના દશકાઓ વિતેલા છે ત્યારે દરેક વિધાનસભા ચુંટણી વખતે સમગ્ર બગસરા ની જનતાએ કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ને હંમેશા મત આપેલ છે... ખાંભા અને ધારી તાલુકા ની મતપેટીઓ ખુલે ત્યારબાદ બગસરા એ એકતરફી કોંગ્રેસના ઉમેદવાર ને મત આપેલા હશે તેવુ વિશ્વાસ પુર્વક જણાવ્યું હતુ