વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સહિત સહુકોઈ રાજકીય પાર્ટીના દિગ્ગજ આગેવાનો એડીચોટીનું જોર લગાવી રહેલા છે. ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી શિવાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય દાવેદારો, આગેવાનો અને કાર્યકરોમાં કયાક ને કયાક અસંતોષ જણાય છે.જે દાવેદારો ની ટીકીટ કપાઈ છે એ પોતપોતાની પાર્ટી થી નારાજ થયને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં જંપવાવી રહેલા છે. પરંતુ આ બધી રાજકીય ગતિવિધિઓમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે સક્રિય બનેલ છે. કોંગ્રેસ પાર્ટી ની વોટબેંક ગણાતા મુસ્લિમ મતો મેળવવા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એડીચોટીનુ જોર લગાવાય રહેલ છે તો બીજીબાજુ મુસ્લિમ મતોને ડાઈવર્ટ કરવા અને કોંગ્રેસ પાસેથી આ મતોનુ વિભાાજન કરાવવા માટે અપક્ષ ઉમેદવાર ના ખીચા ઓ ગરમ કરી નાખેલ હોય તેવો ગણગણાટ સંભળાય રહેલ છે. મુસ્લિમોના મતોનુ વિભાજન કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સારી રીતે એડીચોટીનું જોર લગાવી રહેલ છે. કોઈપણ સંજોગોમાં મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે અમરેલી જીલ્લા ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહેનત કરી રહેલા છે ત્યારે જોઈએ કે ખરેખર શુ મુસ્લિમ સમાજ પોતાના વિસ્તાર ના પ્રાણપ્રશ્નોનુ નિરાકરણ ગુજરાત વિધાનસભા માં કરી શકે એવા ઉમેદવાર ને જીતાડશે કે પછી મતોનુ વિભાજન કરવા માંગતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર ની વાતોમાં આવીને રાજકારણ ની ખંધીચાલમા આવી જાશે