અમરેલી તા.૦૫ નવેમ્બર,૨૦૨૨ (શનિવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં અમલી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો પૈકી ઉમેદવારીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે.

તા.૦૫ નવેમ્બર,૨૦૨૨ થી ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરુઆત થતાં તે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ સુધી નિયત સમયમર્યાદા સુધીમાં સ્વીકારવામાં આવશે. વધુમાં તા.૧૭ નવેમ્બર,૨૦૨૨ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

મહત્વનું છે કે, આજરોજ તા.૫ નવેમ્બર-૨૦૨૨ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાના પ્રથમ દિવસે જિલ્લામાં એકપણ ઉમેદવારી ફોર્મ ઉપડ્યું નથી કે ભરવામાં આવ્યું નથી, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અમરેલી દ્વારા જણાવવામાં આવ્યું છે

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.