હાલ વિધાનસભા ની ચુંટણી જાહેર થઈ ગયા બાદ નેતાઓ ની સાથે સાથે પોલિસ ની ફરજો પણ વધી ગયેલી જોવા મળી રહી છે ત્યારે દેવભૂમિ દ્રારકા જિલ્લા નાં જીલ્લા પોલીસવડા નિતેશ પાંડે સાહેબ દ્વારા ગત 16/11/22 નાં રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન માં એક ચુંટણીલક્ષી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ માં તમામ પક્ષો નાં લોકો, વેપારી આગેવાનો તથા પત્રકારો જોડાયા હતાં. આ તકે એસ પી સાહેબ દ્વારા આ લોકશાહી નાં પર્વ ને શાંતિપૂર્વક રીતે ઉજવવા તથા કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો પોલિસ નો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત લોકો પાસે કંઈ સૂચનો હોય તો વ્યક્ત કરવા જણાવ્યું હતું. આગેવાનો અને વેપારીઓ દ્વારા સાહેબ શ્રી નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં એસ પી સાહેબ સાથે ડી વાય એસ પી સમીર શારડા સાહેબ તથા મીઠાપુર પી આઇ સી.એલ દેસાઈ સાહેબ જોડાયા હતા.